વાંકાનેરના કોટડાનાયાણી વિસ્તારમાં જોરદાર ઝાપટું, કપાસને નુકસાન

- text


માત્ર થોડા જ વિસ્તારમાં વરસાદ સતત પંદરેક મિનિટ સુધી અનરાધાર વરસ્યો 

વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં ભારે બફારા વચ્ચે આજે સાંજના અરસામાં વાંકાનેરના કોટડાનાયાણી નજીક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના કારણે કપાસને નુકસાન થયું છે.

આ અંગે ક્રિપાલસિંહ જાડેજા જણાવે છે કે તેઓની વાડી કોટડાનાયાણીથી દોઢ કિમિ ઊગમણી દિશામાં આવેલ છે. આજે સાંજે 6 વાગ્યાના અરસામાં ઓચિંતો સતત 15 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. આ વરસાદ થોડાક જ વિસ્તારમાં વરસ્યો હતો. તેઓએ 50 મણ જેટલો કપાસ ઉતારી લીધો હતો. બાકીનો કપાસ હજુ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. તેવામાં વરસાદને કારણે કપાસને નુકસાન થયું છે. તમામ કપાસના ફૂલ ખુલી ગયા છે.

- text

- text