મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાશે

- text


મોરબી : મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તા. 14ને સાંજના 7 કલાકે સામા કાંઠા વિસ્તારમાં આવેલ જયરાજસિંહ જાડેજા સંચાલિત માં ગરબી મંડળના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રી -2023 નિમિત્તે ઓપન મોરબી ફ્રી સ્ટાઈલ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં ફક્ત બહેનો માટે 3 રાઉન્ડ રહેશે. જેમાં 11 થી 25 વર્ષ, 26 થી 40 વર્ષ અને 40 થી ઉપર એમ ત્રણ રાઉન્ડ બહેનો માટે રહેશે. આ સ્પર્ધામાં દરેક ઉંમરના ગૃપમાં પહેલા નંબર પ્રાપ્ત કરનારને કલર ટીવી, બીજો નંબર પ્રાપ્ત કરનારને મિક્ષ્ચર અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનારને ટ્રોલી બેગ તેમજ બીજા એક્સ્ટ્રા 50 થી વધુ ઈનામોનું વિજેતાઓને વિતરણ કરવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી રૂ. 100 રહેશે. તેમજ રજીસ્ટ્રેશન કરાવવા માટે શોભનાબા ઝાલા- 9979329837,પ્રીતિબેન દેસાઈ- 9328970499, મયૂરીબેન કોટેચા- 9275951954, રંજનાબેન સારડા- 9726599930, જ્યોતિબેન વિઠ્ઠલપરા- 9624922933, પારૂલબેન દવે- 9428463798, ભારતીબેન વરોતરીયા-9824206334 નો સંપર્ક કરવાનો રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જયરાજસિંહ જાડેજાના સહયોગથી સમગ્ર મોરબી લાયોનેસ ક્લબની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

- text