મોરારીબાપુની કથા પુરી થયાને 4 દિવવા થયા છતાં તંત્રએ સફાઈ કરવાની તસ્દી ન લીધી

- text


કથા સ્થળે ભોજનનો એંઠવાડ સહિતનો કચરો હોવાથી ભારે દુર્ગધને કારણે સ્થાનિકો ઉપર રોગચાળાનો ભય

મોરબી : વડાપ્રધાનના આહવાનને પગલે મોરારીબાપુએ સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. પણ આ સફાઈ અભિયાનમાં તંત્રને જરાય રસ ન હોય તેવી કપરી પરિસ્થિતિ ઉદભવી છે. મોરારીબાપુની કથા પુરી થઈ એને ચાર દિવસ થયા છતાં હજુ ભોજનનો એંઠવાડ સહિતનો કચરો ઉપવાની તંત્રએ તસ્દી ન લેતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. ભંયકર ગંદકી હોવાથી ભારે દુર્ગધ ફેલાતા સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ ઉભું થયું છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીરધામ આશ્રમ પાસે આવેલી ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશભાઈ અહિરે જણાવ્યું હતું કે, તાજેતરના ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોની આત્માની શાંતિ માટે મોરારીબાપુએ કબીરધામ ખાતે રામકથા યોજી હતી. જો કે ખુદ મોરારીબાપુ જેવા સંતે પણ વડાપ્રધાનના આહવાનને લઈને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પણ પાલિકા તંત્રને સફાઈ કરવાની કાઈ પડી જ ન હોય તેમ માત્ર ફોટોસેશન માટે સફાઈ કરતું હોય હોવાથી તંત્રની આળસને કારણે લોકોને ગંદકીથી જીવવું હરામ થઈ ગયું છે. રામકથા વખતે દરરોજ ભોજનનું આયોજન થતું હોય એ ભોજનનો એંઠવાડ સહિતનો કચરો કથા સ્થળ પાસે જ ઠાલવી દેવાયો હતો. આ કચરો ભયકર દુર્ગધ મારે છે. કથા સ્થળ આસપાસમાં ચાર સોસાયટીઓ આવેલી હોય આ સોસાયટીના લોકોને ભયકર ગંદકીની દુર્ગધને ઘરમાં પણ રહેવું મુશ્કેલ પડ્યું છે. કથા પુરી થાય એટલે સફાઈ કરવાની તંત્રની જવાબદારી હોય છે. પણ આજે કથા પુરી થયાને ચાર દિવસ થઈ ગયા છતાં તંત્રએ સફાઈ કરી નથી. આથી ભોજનનો એંઠવાડ ભારે ગંદકી ફેલાવતો હોવાથી રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી રોગચાળો ફેલાય તે પહેલાં તંત્ર આ ગંદકી દૂર કરે તેવી માંગ કરી છે.

- text

- text