સરકારી કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


હડતાળના કારણે જનતા પરેશાન થતી હોવાથી પ્રતિબંધ મૂકવા માંગ

મોરબી : સરકારી કર્મચારીઓ દ્વારા વાંરવાર પાડવામાં આવતી હડતાળથી જનતા પરેશાન થતી હોય આ પ્રકારની હડતાળો બંધ કરાવવા માટે મોરબીના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી. જોષી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

પી.પી. જોષીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વારંવાર હડતાળો પાડી સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. જેની સીધી અસર પ્રજા પર થાય છે. દરેક ખાતાના યુનિયન પ્રથા રદ કરવી જોઈએ અને કર્મચારી સીધી રજૂઆત કરી શકે. ગુજરાતમાં જેમ પોલીસ યુનિયન રદ કરાયું છે તેમ દરેક સરકારી બોર્ડ નિગમમાં યુનિયનો રદ કરવા જોઈએ.તહેવારના સમયે જ કર્મચારીઓ સરકારનું નાક દબાવે છે જેથી જનતા પરેશાન થાય છે. સરકારે કર્મચારીઓના પ્રશ્નો સાંભળી નિકાલ કરવો જોઈએ. સરકારી કર્મચારીઓ ગમે ત્યારે આંદોલન કરે છે તે યોગ્ય નથી. આ બાબતે સરકારે પગલાં લેવા જોઈએ તેવી અંતમાં માંગ ઉઠાવી હતી.

- text

- text