મોરબીમાં પાટીદાર નવરાત્રીનું ભવ્ય આયોજન, કપાળે તિલક વગર નો એન્ટ્રી

- text


21 જેટલા શહીદ પરિવારો પણ આવશે, જે તમામને રૂ. 1 લાખની સહાય અપાશે, બાકીનું ફંડ માધવ ગૌ શાળામાં ખર્ચાશે

ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટિમ તૈનાત રખાશે, બાળકો માટે ગેમઝોન પણ હશે : 14મીએ પ્રિ નવરાત્રી યોજાશે

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે એક નવો નિયમ કરવામાં આવ્યો છે. દરેક ખેલૈયાઓને કપાળે તિલક કરીને જ આ નવરાત્રીમાં પ્રવેશ આપવામાં આવશે.

મોરબીમાં ધૂનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રીના આયોજન અંગે અજયભાઈ લોરિયાએ જણાવ્યું કે આ સમગ્ર આયોજન શહીદ પરિવાર અને માધવ ગૌ શાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. અહીં 21 જેટલા વીર શહીદ જવાનોના પરિવારજનોને લઈ આવવામાં આવશે. તેમનો આવવા જવાનો ખર્ચ પણ આ નવરાત્રી મહોત્સવ દ્વારા ઉઠાવવામાં આવશે. ઉપરાંત દરેક પરીવારજનોને રૂ. 1 લાખની સહાય પણ આપવામાં આવશે. જ્યારે બાકીનું ફંડ ગૌ શાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.

વધુમાં તેઓએ કહ્યું કે હાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટિમ તૈનાત રાખવામાં આવશે. ઉપરાંત તેઓએ કહ્યું કે આ નવરાત્રી મહોત્સવ 15મીથી શરૂ થવાનો છે. તે પહેલા 14મીએ પ્રિ નવરાત્રી યોજાશે.

આ નવરાત્રી મહોત્સવમાં એન્ટ્રી ગેટ ઉપર દીકરીઓના હસ્તે તમામ ખેલૈયાઓના કપાળે તિલક કરી આપવામાં આવશે. તિલક વગર કોઈ ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે નહિ. વધુમાં તેઓએ ઉમેર્યુ કે અહીં બાળકો માટે ગેમઝોન પણ છે. જે નિઃશુલ્ક રહેશે.

- text

- text