મોરબીમાં સતત 34માં વર્ષે વરિયા પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા પ્રાચીન નવરાત્રીનું આયોજન

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠા સો ઓરડી વિસ્તારમાં વરિયા માતાજીના મંદિરે પ્રજાપતિ સમાજ દ્વારા છેલ્લા 33 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે.

આ ગરબીની વિશેષતા એ છે કે અહીં માઈ ભક્તો જેવા કે વલ્લભ ભટ્ટ, દયા કલ્યાણ, શિવરામદાસ, મસ્તાન, ચારણ કવિ આપ, કવિ દુલા ભાયા કાગ, પિંગલસિંહ ગઢવી રચિત માત્ર પ્રાચીન ગરબાઓ, સ્તુતિઓ, દુહા છન્દ,આરતી ગાઈને ઢોલના તાલે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે.

- text

અહીં આ વિસ્તારની દીકરીઓ અને માતાઓ બહોળી સંખ્યામાં સાથે મળી ગરબે ઘૂમે છે. આ ગરબીનું આગામી તા. ૧૫/૧૦/૨૦૨૩ થી ૨૩/૧૦/૨૦૨૩ સુધી દરોજ્જ રાત્રીના ૯-૩૦ થી ૧૨ સુધી આયોજન કરાયું છે.

- text