મોરબીમાં કીડનીની બીમારીથી કંટાળી નેપાળી યુવતીનો આપઘાત 

- text


મોરબી : મોરબીની ગોકુળ મથુરા સોસાયટીમાં આવેલ વરણી એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળની વતની જરનાબેન પુર્નાભાઇ વિશ્વકર્મા નામની યુવતીને અગાઉ મળમુત્ર માર્ગની બિમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું અને બાદમાં કિડનીની બિમારીની સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલમાં ચાલુ હોય જેના કારણે કંટાળી જતા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં છતમા ફીટ કરેલ પાઇપમા ચુદડી વડે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text