મોરબી પાલિકા કચેરી સામે વિજપોલ સડી ગયો ! પડું-પડું હાલતમાં

- text


24 કલાક ધમધમતા વિસ્તારમાં વિજપોલ કોઈનો ભોગ લે તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : મોરબી નગરપાલિકા કચેરી સામેનો વિજપોલ સડી ગયો હોવાથી પડું પડુંની હાલતમાં હોવાથી વાહન ચાલકો ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. 24 કલાક ધમધમતા વિસ્તારમાં વિજપોલ કોઈનો ભોગ લે તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબી નગરપાલિકા કચેરી અને સીવિલ હોસ્પિટલ ચોકમાં મોટી વીજ લાઇનનો વીજપોલ સડી ગયો છે. આ વિજપોલ ભારે જર્જરિત થઈ જતા ગમે ત્યારે પડે તેવી દહેશત છે. આ સિવિલ હોસ્પિટલ ચોકમાં વાહનો અને લોકોની સતત અવરજવર રહે છે. ભારે ભીડ ધરાવતા આ વિસ્તારમાં વિજપોલ પડું-પડું હાલતમાં હોવાથી લોકો પર જીવનું જોખમ સર્જાયું છે. આથી વીજતંત્ર ઝડપથી આ જર્જરિત વિજપોલને દૂર કરીને નવો વિજપોલ નાખે તેવી માંગ ઉઠી છે.

- text

- text