રામકથામાં શ્રદ્ધાંજલિના અલગ-અલગ પ્રકાર વર્ણવતા મોરારીબાપુ 

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે આયોજિત માનસ શ્રદ્ધાંજલિ કથાના સમાપનમાં આજે મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિનાં અલગ અલગ પ્રકાર સ્વરૂપ સમજાવ્યા હતા.

મોરારીબાપુએ કહ્યું હતું કેમ મોટાભાગે આ શબ્દ એક જ જગ્યાએ-મૃતકની-દિવંગતોની પાછળ આપણે પ્રયોજીએ છીએ.શ્રદ્ધાંજલિનો આ સંકીર્ણ અર્થ છે. મારી દ્રષ્ટિએ શ્રાદ્ધની 15 તિથિ એના 15 ઠેકાણાઓ આવા પણ હોઈ શકે.આપણી મોંઘી મિરાત એવી શ્રદ્ધા સાથે આપણે જન્મ્યા છીએ.અહીં પહેલું દિવંગતોને શ્રાદ્ધ કરીને શ્રદ્ધાંજલિ આપી શકાય,મારા માટે ગુરુ પ્રથમ સ્થાન છે પણ અહીં પ્રાસંગિક દિવંગતોને આપણે મૂકીએ. બીજું -આપણો ગુરુ,સદગુરુ, સાધુ,બુદ્ધપુરુષ-એની આજ્ઞા પાળીને,ત્રીજું – દેવતાઓને:સ્વાર્થી કપટી ભોગવાળા દેવતા કરતા દિવ્ય આત્માઓ છે- ક્યારેક એ પ્રોફેસર પણ હોઈ શકે,ક્યારેક એ શિક્ષક પણ હોઈ શકે-એ મળે ત્યારે પગે લાગીને એને શ્રદ્ધાંજલિ આપી શકાય.ચોથું -સદગ્રંથ એનો સ્વાધ્યાય અધ્યયન અભ્યાસ અને પ્રવચન કરીને.માનસનો પાઠ કરો છો એ શ્રદ્ધાંજલિ છે.બને તો નવરાત્રિમાં રામચરિતમાનસનો પાઠ કરજો.રામાયણને છાતીએ લગાવીએ અને આંસુ આવે,ગીતાજીને માથે મૂકીને પાશ્ચાત્ય વિદ્વાનો નાચ્યા એ શ્રદ્ધાંજલિ છે.

શ્રદ્ધાંજલિનું પાંચમુ સ્વરૂપ કહેતા બાપુએ જણાવ્યું હતું કે, ગૌશાળામાં જઈ ગાયોને ચારો આપવો,ગાયનું દૂધ પીવું,ગાયને કતલખાને નહીં જવા દઉં-એ ગાયને શ્રદ્ધાંજલિ છે.એ જ રીતે ગો એટલે ઇન્દ્રિયોને સમ્યકચારો આપીશ.આંખો જે તે નહીં જુએ,મારા પગ જ્યાં ત્યાં નહીં જાય એ ગાયને આપેલી અંજલી છે.છઠ્ઠું-પોતાના આત્માને અંજલી:આત્મરતિ, આત્મજ્ઞાન,આત્મક્રીડા,આત્મબૌદ્ધ પણ કહી શકાય અહીં સદગુરુ નથી,દિવ્યાત્મા પણ નથી પણ આપણી આજુબાજુમાં કોઈ મુઠ્ઠી ઉંચેરો માનવી કોઈ મહદ પુરુષ એને જીવતા વખાણવા.સારો સરપંચ, સારો શિક્ષક,સારો ખેડૂત,ડોક્ટર,ગ્રામસેવક એની હાજરીમાં એના વખાણ એ એને શ્રદ્ધાંજલિ છે.સાતમુ, યજ્ઞને અંજલી.ઘી દ્વારા અન્ન દેવતાને અંજલી અપાય.

આઠમુ સૂર્યને જળ ચડાવી અને અંજલિ આપવી.નવમી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ:રાષ્ટ્રને દગો ન દેવો,ઈમાનદારીથી રાષ્ટ્રપ્રીતિ રાખવી.દસમું ધરતીને અંજલિ, ખેડૂતો પગે લાગે છે.ધરતીમાંથી ક્ષમાનો ગુણ લઈએ એ ધરતીને અંજલી છે.અગિયારમી વનસ્પતિમાં તુલસી, બીલી, દુર્વા, પીપળો,નિંબનુ વૃક્ષ કે વડ એ વિશ્વાસને અપાયેલી અંજલી છે.બારમી માતા-પિતા આચાર્ય અતિથિ આચાર્યને સવારે ઊઠી અને પ્રણામ કરીએ એ શ્રદ્ધાંજલિ છે.તેરમી સાગરને અંજલી:બધી જ નદીઓને તીર્થ માનવામાં આવે છે સમુદ્ર ઈશ્વર તત્વ છે એનું જળ લઈ એને જ ચઢાવવું અને પૂર્ણિમાને દિવસે બધા જ તીર્થો ત્યાં આવે છે ત્યારે એમાં સ્નાન કરવું.ચૌદમુ ગુરુએ આપેલા મંત્રને શ્રદ્ધાંજલિ માની મંત્રનો દ્રઢ જાપ કરીને અને પંદરમાં મનુષ્યમાં રાજા એ ઈશ્વરની વિભૂતિ છે રાષ્ટ્રના નાયકને શ્રદ્ધાંજલિ.

- text

આ સ્થાનો પણ શ્રદ્ધાંજલિને પાત્ર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text