હળવદમા સગીરા સાથે અડપલા કરી જાતીય સતામણી કરનાર શખ્સને ત્રણ વર્ષની કેદ

- text


નામદાર મોરબીની વિશેષ પોકસો કોર્ટનો વર્ષ 2020ના કેસમાં ચુકાદો : ભોગ બનનારને 50 હજારનું વળતર તેમજ આરોપીને ફટકરાયેલ 8000 દંડની રકમ ચૂકવવા હુકમ

મોરબી : હળવદમાં વર્ષ 2020 સગીર બાળાની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી પિતાના મિત્ર એવા ધ્રાંગધ્રાના વતની શખ્સે શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરવાનો કેસ નામદાર મોરબીની વિશેષ પોકસો અદાલતમા ચાલી જતા બન્ને પક્ષની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને ત્રણ વર્ષની કેદ અને 8000 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો ગત તા.24/12/2020ના રોજ હળવદમા આરોપી સાહિન સલીમભાઈ બોબડીયા ઉ.28 રહે. ફેલગલી ધ્રાંગધ્રા નામના શખ્સે 11 વર્ષ 10 માસની બાળાના ઘેર જઈ એકલતાનો લાભ લઇ બાવડું પકડી શારીરિક અડપલા કરી જાતીય સતામણી કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં 24 ડિસેમ્બર 2020ના રોજ ગુન્હો નોંધાયો હતો. જે અંગેનો કેસ નામદાર મોરબીની વિશેષ પોકસો કોર્ટમાં ચાલી જતા અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળી પુરાવાઓ ધ્યાને લઇ આરોપી સાહિનને ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો મુજબ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી સાથે જ રૂપિયા 8000નો દંડ ફટકારી ભોગ બનનારને સરકારી યોજના મુજબ 50 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એન.ડી.કારિયા રોકાયેલ હતા.

- text

- text