મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે ડાંડિયા કલાસ શરૂ કરાશે

- text


રાસ ગરબા શીખવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત, ફ્રી ગરબા કલાસીસ જોડાવવા માટે 1 ઓક્ટોબર સુધીમાં મોબાઈલ ફોન ઉપર કે વ્હોટ્સએપમાં નોંધણી કરવા અપીલ

મોરબી : માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો હોય તેમાંય ખેલેયાઓને રાસ ગરબે ઝૂમવાનો અવસર મળી રહ્યો હોવાથી ઠેરઠેર ડાંડિયા રાસના કલાસીસનું આયોજન થયું છે. ત્યારે મોરબીની મહિલાઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા નિશુલ્ક દાંડિયા કલાસિસનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વર્ષોથી સામાજિક ક્રાંતિથી દેશની ઉન્નતિ માટે યોગદાન આપતા અને ખાસ કરીને લાંબા સમયથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વમાં સર્વધર્મ સમભાવની ભાવનાને સાર્થક કરી દરેક વર્ગની બહેનો સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રસ્તા ગરબે ઝૂમી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે દરેક વર્ગની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે વિનામુલ્યે ડાંડિયા રાસ શીખવવા માટેના કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ દરેક વખતે અવનવા સ્ટેપ્સ આવે છે. ખાસ કરીને યુવતીઓમાં નવા નવા ડાંડિયા રાસના સ્ટેપ્સ શીખવવા માટે જબરી ઉત્કંઠા હોય છે. પણ ડાંડિયા રાસ કલાસીસની ફી બધાને પરવડતી નથી. એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું છે. જેમાં તજજ્ઞો દ્વારા રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સની સઘન તાલીમ આપવામાં આવશે આ કલાસીસમાં જોડવવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આથી વહેલા તો પહેલાના તાત્કાલિક યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વીંગના નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોલ અથવા વ્હોટ્સએપથી નોંધણી કરવા મહિલાઓને અપીલ કરી છે. 1 ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

મોબાઈલ નંબર ઉપર કોલ અથવા વ્હોટ્સએપથી નોંધણી કરવી

ધરતીબેન બરાસરા- ૯૮૨૫૯૪૧૭૦૪

નિરાલીબેન વિડજા- ૮૧૪૧૬૮૦૦૯૨

અલકાબેન દવે- ૮૯૦૫૮૭૭૧૯૦

કિરણબા વાઘેલા- ૬૩૫૨૦૪૮૩૫૦

- text