હળવદના પીઆઇની રાજકીય કિન્નાખોરીથી બદલી થયાનો આક્ષેપ

- text


મોરબી જિલ્લા અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપી હળવદના પીઆઇની બદલી ન રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી 

મોરબી : હળવદના પીઆઈની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. ત્યારે હળવદના પીઆઇની રાજકીય કિન્નાખોરીથી બદલી થયાનો આક્ષેપ સાથે મોરબી જિલ્લા અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપી હળવદના પીઆઇની બદલી રોકવા માંગ કરી છે.

મોરબી જિલ્લા અનુસૂચિત સમાજે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, હળવદના પીઆઇ છાસિયાની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. પણ આ પીઆઈની રાજકીય કિન્નાખોરીથી બદલી થયાનો આક્ષેપ કર્યો છે. હળવદ તાલુકામાં જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા 10 વ્યક્તિઓને પોલીસે પકડી લીધા હતા. તેમાંથી એક વ્યક્તિ રાજકીય આગેવનનો સગો હોવાથી આ વ્યક્તિને બચાવવા હળવદના પીઆઇ વિરુદ્ધ ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાએ ખોટી રજુઆત કરીને બદલી કરવામાં આવી છે. આ રીતે ખોટી બદલીઓથી પ્રમાણિક પોલીસ અધિકારીનું મોરલ ડાઉન થાય છે. તેથી ખોટી રીતે થયેલી હળવદ પીઆઈની બદલી રોકવાની માંગ કરી છે અને બદલી ન રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text