વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં ઉર્જા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં ઉર્જા જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવી હતી અને પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા.

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ શ્રી એલ.કે.સંઘવી ગર્લ્સ સ્કૂલ, શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, શ્રી હસનપર પ્રાથમિક શાળા, શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત દિપેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉર્જા જાગૃતિના વિડિયો કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું. ત્યારબાદ વિદ્યાર્થિઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્યને સાથે રાખી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યાનું એલ.એમ.ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

- text

- text