વાંકાનેર પાલિકાના સફાઈ કર્મચારીઓની પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના છેલ્લા ઘણા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નો બાબતે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા પાલિકા, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસસી/એસટી ઓફિસ, રાજકોટ મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, વાંકાનેર પાલિકાના સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી અને તેઓએ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. પરંતુ હજુ સુધી પ્રશ્નોનું સમાધાન થયું નથી. સફાઈ કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે વેતન આપવું, નિયમ મુજબ સાફ સફાઈ કામ કરાવવું, વાંકાનેર પાલિકામાં 1998માં 74 સફાઈ કર્મીઓનું સેટઅપ હતું જે 26 વર્ષ સુધીથી કર્મીઓની ભરતી કરાઈ નથી અને શોષણ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરાવવી, ડ્રાઈવર અને પટ્ટાવાળામાં વાલ્મિકી સમાજના લોકોની ભરતી કરવી સહિતના પ્રશ્નો બાબતે ઉગ્ર રજૂઆત કરાઈ છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો હડતાળ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

- text

- text