મોરબીના ત્રાજપર-યોગીનગરમાં રોડમાં ખાડાના પાપે મહિલાને અધવચ્ચે જ પ્રસુતિ થઈ ગઈ

- text


હાલ ગટરનું કામ ચાલુ છે, રોડનું કામ મંજૂર થશે તો રોડનું પણ કામ કરાશે : તલાટી

મોરબી : મોરબી નજીક આવેલ ત્રાજપર-યોગીનગરમાં રોડમાં ખાડા ખોદવામાં આવ્યા હોય હાલ વરસાદથી ગારા કિચડને કારણે ખાડા જોખમી બનતા એક મહિલાને અધવચ્ચે જ પ્રસુતિ થઈ ગઈ હતી. આથી રોડ બનાવવામાં માટે ગામના સરપંચને રજુઆત કરવામાં આવી છે. તેની સામે તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ ગટરનું કામ મંજુર થયું હોય ગટરનું કામ ચાલુ હોય અને રોડનું કામ મંજૂર થશે ત્યારે રોડનું કામ પણ કરાશે.

મોરબીના ત્રાજપર યોગીનગરમાં રહેતા રોહિતસિંહ બળવંતસિંહ જાહેજાએ ત્રાજપર ગામના સરપંચને રજુઆત કરી હતી કે, ત્રાજપર-યોગીનગર શેરી નંબર-2-3માં પાકો રોડ બનાવ્યો છે. પણ શેરી નંબર 1માં ખાડા ખોદીને જેમની તેમ રાખી દીધા છે. સરપંચએ સાતમ આઠમમાં રોડનું કામ ચાલુ કરવાનું કહ્યું હતું. પણ આજ સુધી રોડનું કામ કરવામાં આવ્યું નથી.પરિણામે હાલ વરસાદથી રોડની હાલત ભંયકર થઈ ગઈ છે. ગારા કિચડથી આ રોડના ખાડા જોખમી બન્યા છે. દરમિયાન અહીંની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં લઇ જવી પડે એમ હતી. પણ ખાડાઓ ટપી શકે એમ ન હોય રસ્તામાં જ આ મહિલાને અધવચ્ચે ડિલિવરી થઈ ગઈ હતી. દરમિયાન એક વૃદ્ધાને શ્વાસની ગંભીર બીમારી હોય હોસ્પિટલમાં લઈ જવું મુશ્કેલ પડ્યું હતું. આથી આવા બીમાર લોકોને ખરાબ રોડથી હોસ્પિટલમાં લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે. તેથી તાકીદે નવો રોડ બનાવવાની માંગ કરી હતી.

આ મામલે ત્રાજપર ગામના તલાટી મંત્રી ડાંગરભાઈએ જણાવ્યું હતું કે, હાલ તે વિસ્તારમાં ગટરનું કામ મંજુર થયું છે. એટલે ગટરનું કામ કરવામાં આવ્યું છે. રોડનું કામ મંજુર થયું નથી. એટલે આ કામ થયું નથી. પણ રોડનું કામ મંજૂર થશે એટલે આ કામ પણ ઝડપઘી થશે.

- text

- text