મોરબીના લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી દારૂની બાટલીઓ ઝડપાઇ 

- text


સીટી એ ડિવિઝન પોલીસે એક આરોપીની ધરપકડ કરી, એક ફરાર 

મોરબી : મોરબીના લાતીપ્લોટમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ઝડપી લીધો હતો અને દારૂના વેપલાના આ ગોરખધંધામાં અન્ય વ્યક્તિની સંડોવણી ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નં.7માં આવેલ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમા દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1750 સાથે ટ્રાન્સપોર્ટરના ધંધાર્થી આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટકને ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દારૂના આ ગોરખધંધામાં વિશાલભાઈ દિલીપભાઈ દવે રહે. માધાપર,મોરબી વાળાની સંડોવણી ખુલતા પોલીસે વિશાલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text