વાંકાનેર બાઉન્ડ્રી નજીક બંધ પડેલા ટ્રક ટ્રેલર પાછળ અથડાતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મહીકા પાસે બંધ પડેલા ટ્રક -ટ્રેલર પાછળ અથડાતા અમદાવાદના ધંધુકા અડવાળ ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બેદરકારી દાખવનાર ટ્રક-ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મહીકા પાસે હાઇવે ઉપર ટ્રક ટ્રેલર નંબર GJ.36.V.4425ના ચાલકે ટ્રાફીકને અડચણ રૂપ તેમજ અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે રાત્રીના સમયે અંધારામા પોતાનું ટ્રેલર ઉભુ રાખી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખવાની સાથે ટ્રક-ટ્રેઇલરની પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડસ નહીં રાખતા બાઈક લઈને પસાર થતા રણજીતભાઇ પરસોતમભાઇ સારલા ટ્રેલરના પાછળના ભાગે અથડાતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ કિરણભાઇ પરશોતમભાઇ સારોલા રહે.અડવાળ તા.ધંધુકા જી.અમદાવાદ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text