મોરબીમાં 10.55 લાખના ખોવાયેલ મોબાઈલ શોધી કાઢતી પોલીસ 

- text


એલસીબી અને તાલુકા પોલીસ ટીમે 66 એન્ડ્રોઇડ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા 

મોરબી : મોરબી એલસીબી અને તાલુકા પોલીસ ટીમે ખોવાયેલ અને પડી ગયેલા રૂપિયા 10.55 લાખના 66 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા.

- text

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ અને તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના જણાવ્યા મુજબ મોરબી શહેર અને જિલ્લામાં અલગ અલગ કિસ્સામાં મોબાઇલ ફોન પડી જવાના અને ખોવાઈ જવાના કિસ્સામાં મળેલી અરજીઓને આધારે મોરબી તાલુકા પોલીસે 24 અને એલસીબી ટીમે 42 ખોવાયેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,55,041 ટેક્નિકલ ટીમની મદદથી શોધી કાઢી નાગરિકોને પરત કરી પ્રજાકીય કામગીરી કરી હતી.

- text