પોલીસે ખાતરી આપતાં ટંકારામાં લવ જેહાદ સામેનું આંદોલન મોકૂફ રખાયું

- text


ડીવાયએસપીની હાજરીના યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિન્દૂ સંગઠનોએ રેલી અને બંધનું એલાન મોકૂફ રાખ્યું

ટંકારા : ટંકારામાં લવ જેહાદની ઘટના સામે ભારે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે અને હિન્દૂ સંગઠનો દ્વારા ટંકારામાં કાલે સોમવારે લવ જેહાદ સામે જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી લોટ હિન્દૂ સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.

- text

લવ જેહાદની ઘટનાનો વિરોધ દર્શાવવા માટે જંગી રેલી ટંકારા સજ્જડ બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરા આયોજન અને ટંકારામાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે આવતીકાલે 18 સપ્ટેમ્બર ને સોમવારે સવારે 10 વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કર્યુ હતુ. આથી આજે આ સંર્દભે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં હિન્દૂ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તાજેતરમાં બનેલી ઘટનામાં પોલીસે છોકરીને પરત લાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હિન્દૂ સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.

- text