ટંકારામાં લવ જેહાદના વિરોધમાં કાલે જંગી રેલી, સજ્જડ બંધનું એલાન

- text


વેપારીઓ બપોર સુધી સ્વંયભુ બંધ પાળી જંગી રેલીમાં જોડાશે

ટંકારા : વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં લવ જેહાદની ઘટના સામે ભારે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે અને હિન્દૂ સંગઠનો દ્વારા ટંકારામાં કાલે સોમવારે લવ જેહાદ સામે જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વેપારીઓ બપોર સુધી સ્વંયભુ બંધ પાળી જંગી રેલીમાં જોડાશે.

- text

લવ જેહાદની ઘટનાનો વિરોધ દર્શાવવા માટે જંગી રેલી ટંકારા સજ્જડ બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ વિરોધ પ્રદર્શન કરવા અને ટંકારામાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે આવતીકાલે 18 સપ્ટેમ્બરને સોમવારે સવારે 10 વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કર્યુ છે. જેથી હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી છે. સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે.

- text