રાજ્યમાં ત્રણ વર્ષમાં 3800 કરોડની નાણાંકીય છેતરપીડી, મોરબીમાં 26 ફરિયાદ 

- text


ઓનલાઇન છેતરપિંડીના સૌથી વધુ અમદાવાદ, સુરત અને વડોદરામાં ગુનાઓ નોધાયા

મોરબી : ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડી અને ઠગાઇના ગુનાઓ વધી રહ્યા છે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની ઠગાઇની ફરિયાદો નોંધાઈ છે, 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઇ અને છેતરપીડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી જેમાં ત્રણ વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ 26 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

સરકારના આંકડા મુજબ વર્ષ 2021માં ગુજરાતી સાથે 8, 84, 36, 79, 033 રકમની છેતરપિંડી થઇ હતી. વર્ષ 2022માં 15, 83, 64, 58, 695 અને 2023માં 15, 71, 86, 85, 601 રકમની છેતરપીડી અને ઠગાઇના બનાવ સામે આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઇ અને છેતરપિંડી થઇ છે.ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે વર્ષ પ્રમાણે 40 શહેરમાં ઠગાઇની ફરીયાદોની માહિતી જાહેર કરી છે. જેમાં વર્ષ 2021માં 1832 વર્ષ 2022માં 2244 અને વર્ષ 2023માં 2269 ગુનાઓ નોધાયા હતા. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં 1559 ગુના, સુરત શહેરમાં 1223 ગુના, વડોદરા શહેરમાં 326 ગુનાઓ, રાજકોટ શહેરમાં 204 ગુનાઓ અને મોરબીમાં કુલ 26 ગુન્હા નોધાયા હતા. લોકો સાથે નાણાંકીય ઠગાઇના ગુનાઓ આધારે પોલીસ દ્વારા 9845 આરોપીઓની પકડવામાં આવ્યા હતા. જ્યારે ઠગાઇ કરીને 2322 આરોપીઓને પોલીસ હજી પકડી શકી નથી.

રાજ્યમાં 3 વર્ષમાં નાણાંકીય છેતરપીડી અને ઠગાઇની ફરીયાદો

જિલ્લો 2021 2022 2023

અમદાવાદ શહેર 435 587 537

રાજકોટ શહેર 35 43 126

સુરત શહેર 372 390 126

વડોદરા શહેર 107 79 140

અમદાવાદ ગ્રામ્ય 15 34 140

ખેડા 32 42 83

આણંદ 49 57 45

ગાંધીનગર 61 76 67

સાબરકાંઠા 40 67 33

અરવલ્લી 20 29 31

મહેસાણા 41 64 54

જામનગર 15 24 45

દ્વારકા 5 3 6

રાજકોટ 15 37 22

મોરબી 9 9 8

સુરેન્દ્રનગર 18 25 13

બનાસકાંઠા 46 42 51

કચ્છ પૂર્વ 41 83 38

- text

કચ્છ પશ્ચિમ 65 104 86

પાટણ 15 23 18

અમરેલી 15 18 29

ભાવનગર 42 40 17

બોટાદ 3 15 12

જૂનાગઢ 58 47 51

ગીર સોમનાથ 18 12 12

પોરબંદર 4 5 11

વડોદરા ગ્રામ્ય 37 36 29

છોટા ઉદેપુર 17 16 9

ભરુચ 63 77 62

નર્મદા 17 15 12

ગોધરા 23 35 18

મહીસાગર 18 14 10

દાહોદ 20 29 14

સુરત ગ્રામ્ય 11 8 16

તાપી 8 7 6

વલસાડ 19 19 23

નવસારી 14 24 16

ડાંગ 4 3 3

પશ્ચિમ રેલવે વડોદરા 1 0 0

પશ્ચિમ રેલવે અમદાવાદ 4 6 3

- text