માળીયાના વર્ષામેડી નજીક સાબુની ફેકટરીમાં આગ 

- text


મોડીરાત્રીના બનેલી ઘટનામાં મોરબી ફાયર બ્રિગેડે 1 કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી 

મોરબી : માળીયા તાલુકાના નવલખી રોડ ઉપર વર્ષામેડી ગામ નજીક એક સાબુની ફેકટરીમાં ગઈકાલે મોડીરાત્રે આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડે ટીમે 1 કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, આગની આ ઘટનામાં વ્યાપક નુકશાની પહોંચી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

મોરબી ફાયર વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મોડીરાત્રે 3 વાગ્યાના અરસામાં પીપળીયા પાટીયા નવલખી પોર્ટ રોડ ઉપર આવેલ વર્ષામેડી પાસે ગુરુકૃપા મીલ (સાબુની ફેક્ટરી)માં આગ લાગી હોવાનો કોલ આવતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી અને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ બુઝાવી હતી, આગની આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી જો કે, ફેકટરીમાં પડેલ રોમટિરિયલ આગમાં બળી જતા વ્યાપક નુકશાની થઇ હોવાનું મનાઈ રહ્યું છે.

- text

- text