મોરબી સહીત રાજ્યમાં ફરી વરસાદ વરસવાની આશા 

- text


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને સ્કાયમેટ દ્વારા તા.17,18 અને 19 સપ્ટેમ્બરે વરસાદ વરસવાની આગાહી કરી 

મોરબી : ચોમાસાના પ્રારંભે રાજ્યમાં જોરદાર વરસાદ વરસ્યા બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર કોરા ધાકોડ ગયા બાદ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની આશા બંધાઈ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બની હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

વરસાદ અંગે સ્કાયમેટના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન અંગે સેટેલાઇટ ડેટા દર્શાવતી વેબસાઇટ વિન્ડીમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ જોઇ શકાય છે. જે મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચમાં, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે.

- text

આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને દમણમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે પંચમહાલ, વડોદરા, સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ, વલસાડ, દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદની આગાહી છે. સાથે જ તા.17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- text