મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા 137 શિક્ષકોને અપાયા પોસ્ટિંગ

- text


મોરબી : છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે. રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.1 થઈ 5 ના 125 શિક્ષકો અને ધો.6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનના 25 શિક્ષકો ફાળવેલ હતા.

તેના અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા 24 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે. એવી જ રીતે ધો.1 થી 5 માં 125 શિક્ષકો ફાળવેલ હતા. જે પૈકી 11 ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય 113 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ 137 નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે. કેમ્પની શરૂઆતમાં પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા.

- text

કેમ્પને સફળ બનાવવા નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી-મોરબી દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હૂંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી, કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ, મુકેશભાઈ મારવણીયા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તેમજ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગરચર નાયબ ડિપીઈઓ અને ટીપીઈઓએ કર્યું હતું. નવ નિયુક્ત શિક્ષકોને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોગ માર્ગદર્શિકા પુસ્તિકા આપી સન્માનિત કરાયા હતા.

- text