યુ.એન.મહેતા કોલેજમાં મિલેટમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ

- text


સરકારના ૯ વર્ષના સેવા સુશાસન, ગરીબ કલ્યાણ અને પોષણ માસ અંગે ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

મોરબી : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યૂરો ફિલ્ડ ઓફિસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ભારત સરકારના ૯ વર્ષના સેવા સુશાસન, ગરીબ કલ્યાણ અને પોષણ માસ અંગે ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે.

આ ચિત્ર પ્રદર્શન તા.૧૬ સુધી ચાલવાનું છે. આજે પ્રથમ દિવસે રાષ્ટ્રીય પોષણ માસ-૨૩ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગના મોરબી ઘટક-૧ અને ઘટક-૨ના આંગણવાડી વર્કર બહેનો દ્વારા મિલેટમાથી બનતી વાનગીની સ્પર્ધા અને નિદર્શનનું આયોજન કરેલ તેમજ આઈ.સી.ડી.એસ. સેવાની તમામ યોજનાનું પ્રદર્શન કરવામાં આવેલ હતું.

- text

- text