વાંકાનેર પાલિકાના સફાઈ કર્મીઓના પ્રશ્નોની દરખાસ્ત ન મોકલાય તો આંદોલન

- text


નગરપાલિકામાં ચૂંટાયેલી બોડી ઠરાવ કરે તો આ દરખાસ્ત સરકારમાં મોકલી શકાય : ચીફ ઓફિસર ગિરીશ સરૈયા

વાંકાનેર : વાંકાનેરના સફાઈ કર્મીઓ પોતાના પ્રશ્ને આંદોલનના માર્ગે જવા તૈયાર થયા છે. સફાઈ કર્મીઓએ કાયમી કરવા, નિયમ મુજબ કામ કરાવવા, યોગ્ય વેતન ચુકવવાની દરખાસ્ત સરકારમાં મોકલી આપવાની ચીફ ઓફિસરને રજુઆત કરી છે અને આ દરખાસ્ત સરકારને ન મોકલાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મીઓ અને સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે કે, વાંકાનેર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓના પ્રશ્નો અણઉકેલ છે. જેમાં સરકારના અગાઉના પરિપત્ર મુજબ કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવું, તમામ કર્મચારીઓને ફૂલટાઈમ કરી દેવા, સરકારના નિયમો મુજબ કામ લેવું અને સેટઅપ મુજબ કામે લેવા. આ પ્રકારની દરખાસ્ત સરકારને મોકલી આપવા અગાઉ ચીફ ઓફિસરને રજુઆત કરાઈ હતી. હવે ફરીથી રજુઆત કરીને સરકારને તેમની દરખાસ્ત મોકલી આપવાની માંગ કરી છે. જો આ દરખાસ્ત મોકલી નહિ આપવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

ચીફ ઓફિસર ગિરીશ સરૈયા આ બાબતે જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓના પ્રશ્નોની દરખાસ્ત નિયમ મુજબ નગરપાલિકામાં ચૂંટાયેલી બોડી સર્વાનુમતે ઠરાવ કરે તો જ સરકારને મોકલી શકાય, આવો કોઈ ઠરાવ થયો નથી. એટલે સફાઈ કર્મીઓની માંગણી વ્યાજબી નથી.

- text

- text