મોરબી અપડેટના નવા શો “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ-2માં સાંભળો ડૉ.ભાડેસિયા સાહેબને..

મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના પ્રથમ એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે બીજો એપિસોડ આવતી કાલે તારીખ કાલે 11 સપ્ટેમ્બરને બપોરે ૦૧:૦૦ વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના બીજા એપિસોડમાં જાણીતા અને અનુભવી ડોક્ટર કે જેમને આ ફિલ્ડનો 40 વર્ષથી પણ વધુ અનુભવ છે સાથે સાથે આર.એસ.એસના મોરબીના સર્જન અને RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક એવા ડો. જયંતિભાઈ ભાડેસિયા સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં ડોક્ટર ફિલ્ડ વિશે, આર.એસ.એસ વિશે, મોરબીને લગતા પ્રશ્નો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તો મોરબીના અપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.