વાંકાનેરમાં સગીરને બાઈક ધીમું ચલાવવાનું કહી પાડોશીએ લાફો મારતા, બે પરિવાર વચ્ચે દે ધનાધન 

- text


વાંકાનેર સીટી પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી 

વાંકાનેર : વાંકાનેર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં શેરીમાંથી ફુલસ્પીડે બાઈક લઈને નીકળેલા સગીરને બાઈક ધીમું ચલાવવાનું કહી પાડોશીએ લાફો મારી દેતા સગીરે ઘેર જઈ બનાવ અંગે માતાને જાણ કરતા નાની એવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું હતું અને બન્ને પરિવારના લોકો સામસામે આવી જતા દે ધનાધન મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ નારેજાનો પુત્ર અમન શેરીમાં બાઈક લઈને નીકળતા પાડોશી એવા હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચે બાઈક ધીમું ચલાવવાનું કહી લાફો મારતા અમને ઘેર આવી તેમના માતાને બનાવ અંગે જાણ કરતા ઇકબાલભાઇ પત્ની જેનુબેન બનાવ બાબતે પોતાના પુત્રને નહીં મારવા આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચને સમજાવવા જતા આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી જેનુબેનને પણ માર મારતા ફરિયાદી ઇકબાલભાઇ નરેજા વચ્ચે પડતા આરોપીએ તેમને પણ માર મારી નાકમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ બનાવ અંગે ઈક્બાલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ અને તેમના મોટાપપુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે હમીદભાઈ ઉર્ફે અલ્લારખાભાઇ ભુરાભાઇ બ્લોચે પણ ઝઘડાના આ બનાવમાં પાડોશી એવા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ નારેજા, તેમના પત્ની જેનુબેન ઇકબાલભાઇ નારેજા અને અમન ઇકબાલ નરેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી બાઈક ચલાવવા બાબતે ઠપકો આપતા ત્રણેય શખ્સોએ હુમલો કરી કુહાડી લઈને આવી ઢીંકા પાટુનો માર માર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text