પિતાને પ્રેમ સંબંધ મંજુર ન હોય સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો 

- text


હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે ખેતશ્રમિક પરિવારમાં બનેલી ઘટના 

હળવદ : હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે નંદલાલભાઇ હેમુભાઇ પરમારની વાડીએ રહી ખેત મજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની વેચાતભાઇ બારીયાની પુત્રી કુસુમબેન ઉ.16 નામની સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું, વધુમાં મૃતક કુસુમબેનને પોતાના ગમતા યુવાન સાથે પ્રેમસંબંધ હોવાનું લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ તેણીના પિતાને પ્રેમસંબંધ મંજુર ન હોય લાગી આવતા કુસુમબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text