માળીયાના બગસરા ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

- text


માળીયા (મિ.) : આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે બગસરા ગ્રામ પંચાયત દ્વારા બનાવેલા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આજે 7 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ સવારે બગસરા ગામના નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બગસરા ગામના તમામ વડીલો, ગ્રામ પંચાયત તથા યુવાનો દ્વારા રીબીન કાપી, નારિયેળ બાંધી અને મૂર્તિને હારતોરા કરીને પ્રવેશદ્વારને ખુલ્લો મુક્યો હતો. આ તકે સૌને મોં મીઠું કરાવીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

- text

- text