મોરબી-2માં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

- text


મોરબી : આજે 5મી સપ્ટેમ્બરે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે શિક્ષક દિવસ હોય મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળા (મોરબી-2)ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિક્ષક દિનની ઉજવણીમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસના શિક્ષક બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. અને ભવિષ્યમાં હું પણ શ્રેષ્ઠ શિક્ષક બનીશ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના આચાર્યએ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને લકાર્યક્રમ બાદ શાળા પરિવારના સ્ટાફ તરફથી તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.

- text

- text