ટંકારાના જબલપુરમાં સાપ કરડી જતા વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વસંતભાઇ મોહનભાઇ ફેફર ઉ.70 નામના વૃદ્ધ પોતાની વાડીએ ખેતીકામ કરતા હતા ત્યારે સવારના સમયે સાપ કરડી જતા પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text