મોરબી જિલ્લાના શિક્ષકોએ પડતર પ્રશ્ને રામધૂન બોલાવી

- text


વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલા સમાધાન તેમજ પડતર પ્રશ્નોના ઠરાવો બહાર પાડવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ શિક્ષકોએ પડતર પ્રશ્ને રામધૂન બોલાવી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલા સમાધાન તેમજ પડતર પ્રશ્નોના ઠરાવો બહાર પાડવાની માંગ કરી હતી.

ગુજરાત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ શિક્ષકોના પડતર પ્રશ્ને વિધાનસભાની ચૂંટણી વખતે સરકાર સાથે સમાધાન થયા બાદ ચૂંટણી પછી સરકાર આ બાબત ભૂલી જતા સરકારને પોતાના વચનો નિભાવવાની યાદ અપવવા માટેમોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ શિક્ષકોએ પડતર પ્રશ્ને ફરી લડત ચાલવી છે અને આજે શિક્ષકોએ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પંચમુખી રોકડીયા હનુમાનજી ખાતે સરકારને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી હતી અને ગ્રાન્ટેડ શાળાઓને બચાવો, શિક્ષકો ઉપર શિક્ષણ સિવાયની બિનજરૂરી કામગીરીમાંથી મુક્તિ આપો, શિક્ષણ માટે શિક્ષકોને સ્વતંત્ર કરોના બેનર દર્શાવી પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી.

- text

- text