મચ્છું-૧ના કમાન્ડ વિસ્તારમાં પાણી છોડવાને લઈને સોમવારે સિંચાઈ વિભાગની બેઠક

- text


મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨, લાલબાગ, મોરબી ખાતે તા.૪ને સોમવારે સવારે ૧૨ કલાકે રાખવામાં આવેલ છે.

સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામો હડમતીયા ગ્રામ પંચાયત, ધુનડા(સ.) ગ્રામ પંચાયત, સજનપર ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા તા. ૦૨ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વાંકાનેર શહેર – તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેકટર, વાંકાનેરને આવેદન પત્ર તા. ૦૧ના રોજ અપાયું હતું. આ સાથે સદસ્ય જીલ્લા પંચાયત મોરબી દ્વારા આવેદન પત્ર તા. ૩૧ ઓગસ્ટના રોજ અપાયું હતું.

- text

આ તમામ આવેદનોમાં કમાન્ડ વિસ્તારમાં ઓગસ્ટમાં ઓછો વરસાદ પડ્યો હોય, ઉભા પાકને બચાવવા માટે મચ્છુ-૧ના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને પિયત કરવા માટે મચ્છુ-૧ સિંચાઈ યોજનામાંથી તાત્કાલિક પાણી છોડવા રજુઆત કરેલ છે. જે અન્વયે સિંચાઈ માટે, હાલ ઉપલબ્ધ પાણીના જથ્થા સામે, નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામો માટેની માંગણી વિષે અધ્યક્ષ અને કાર્યપાલક ઈજનેરની આગેવાનીમાં ચર્ચા- વિચરાણા કરવામાં આવશે.

- text