હળવદના દિવંગત વીજ કર્મચારીના પરિવારને ૫૦ લાખના વીમાનું વળતર ચૂકવાયું

- text


હળવદ : હળવદ પીજીવીસીએલના કર્મચારીના ફરજ પર મૃત્યુ નિપજ્યા બાદ તેમનો ૫૦ લાખનો વીમો મંજૂર થતા આજે તેમના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

પિજીવિસીએલ હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સ્વ. ડી .એમ.ઝાલાનું ગત તા.૨૪-૫-૨૦૨૩ ના રોજ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ હતું.હળવદ પીજીવિસીએલના અધિકારીઓ તથા હળવદ એચ. ડી. એફ.સી બેંકના અધિકારી-કર્મચારીઓના અથાક પ્રયત્નોથી સ્વ.ડી .એમ.ઝાલાના વારસદારોને એચ. ડી. એફ.સી ના કોર્પોરેટ સેલરી પેકેજ અંતર્ગત રૂપિયા ૫૦ લાખનો વીમો પાસ થયેલ છે.જે વિમાની રકમનો ચેક પ્રદાન કરવા હળવદ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર કે ડી નીનામાં, નાયબ ઇજનેરો જે.એલ.બરાંડા, એમ.એમ ચૌધરી અને જુનિયર આસી. પી.આર.પાઠક તથા એચ. ડી.એફ.સી બેંક હળવદના બ્રાન્ચ મેનેજર યજુવેન્દ્રસિંહ જાડેજા,ક્લસ્ટર હેડ રાજેશભાઈ કારીયા અને પ્રિયાંક કાસોદરિયા રૂબરૂ ગયેલ હતા.પીજીવીએલ અને એચ.ડી.એફ.બેંક ના એમ. ઓ.યું થાય બાદ ૫૦ લાખનો વીમો પાસ થયાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

- text

- text