ગંગા સ્વરૂપ સહાય સમિતિ સંચાલિત સિવણ કેન્દ્રમાં સર્ટીફીકેટ અને મશીનનું વિતરણ

- text


મોરબી : નાની વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સિવણ કેન્દ્રમાં જે બહેનોએ કોર્ષ પુરો કર્યો છે. તેમને સર્ટીફીકેટ તેમજ ગરીબ તથા ગંગા સ્વરૂપ બહેનો – દિકરીઓને સિવણ મશીન ફ્રી માં આપવામાં આવ્યા છે.

આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા દાતા જયદીપભાઈ વાંસદડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય અતિથિઓમાં ઈન્ટરનેશનલ લાયન્સ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા પાસ્ટ ગવર્નર લા. ચંદ્રકાન્તભાઈ દફતરી અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ ફુલતરિયા, ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, બાલુભાઈ કડીવાર અને સેવાભાવી વિનુભાઈ ભટ્ટ, શારદાબેન અને કાજલબેન આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરુઆતમાં તમામ મહાનુભાવો ભાઇઓ અને બહેનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાએ આ કાર્યને બિરદાવી લાયન્સ કલબ તમારી સાથે છે તેવી તેમની ભાવના વ્યક્ત કરી હતી. પાસ્ટ ગવર્નર લા ચંદ્રકાન્તભાઈ દફતરીએ પણ વેસ્ટમાંથી બેસ્ટ કરી સાચા અર્થમાં સાર્થક થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. અધ્યક્ષ દેવકરણ ભાઈ આદ્રોજા એ પણ બીજા સિવણ કેન્દ્ર ખોલો અને તેમાંથી રોજગારી મળી રહે તેવું આયોજન કરો તેમ જણાવ્યું હતું. આ સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ભટ્ટ દ્વારા સિવણને લગતી માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ગંગા સ્વરૂપ સહાય સમિતિ સભ્ય અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા .ત્રિભોવનભા ફુલતરિયા એ કર્યું હતું.તેમ તેમની યાદીમાં જણાવાયું છે.

- text

- text