મોરબીમાં બાઇક ચોર ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીકથી બાઇક પર જતાં એક શખ્સને અટકાવી તપાસ કરતા આ બાઇક ચોરીનું હોવાનું ખુલતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે નેત્રમ કેમેરા અને બાતમીના આધારે બાઇક લઈને જતા પ્રવિણભાઈ વિજયભાઈ મારૂણીયા ઉ.વ.૧૯ ધંધો ટ્રક રહે. ખમીશાણા રોડ, વડનગર, ધોળીધજા ડેમ સામે, હુડકો, સુરેદ્રનગરવાળાને મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીકથી અટકાવ્યો હતો. તેની પાસે બાઇકના કાગળો માંગતા તેને નહીં હોવાનું જણાવતા પોકેટકોપથી સર્ચ કરતા આ બાઇક મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં ચોરી થયેલ હોવાનું જણાતા તેને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, એએસઆઈ રાજદીપસિંહ પ્રતાપસિંહ રાણા, હેડ કોન્સ. કિશોરભાઇ મેણંદભાઇ મિયાત્રા,ચકુભાઇ દેવશીભાઇ કલોતરા, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાઘડીયા, કોન્સ. તેજાભાઇ આણંદભાઇ ગરચર, અરજણભાઇ મેહુરભાઇ ગરીયા, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને સિધ્ધરાજભાઇ કાનજીભાઇ લોખીલ જોડાયા હતા.

- text