હળવદના કડિયાણા ગામ નજીક બલેનો કાર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ 

- text


હળવદ : હળવદ – મોરબી રોડ ઉપર કડિયાણા ગામ નજીક બાઈક લઈને હળવદ તરફ જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં ગાળા નજીક રહેતા ખેતશ્રમિક રામસિંહ દેસિંહભાઇ ટોકારીયાને GJ-36-F-3960 નંબરની બલેનો કારના ચાલકે હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ બલેનો કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા મૃતકના ભાઈ રમેશભાઇ દેસિંહભાઇ ટોકારીયાએ કાર નંબરના આધારે બલેનો કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text