કપડા અને બુટ લઈ આપવાની લાલચ આપી માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપી હાથવેંતમાં 

- text


હળવદ પોલીસે પોક્સો અધિનયમ સહિતની ભારે ખમ્મ કલમો મુજબ હવસખોર ઢગા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો 

હળવદ : હળવદ શહેરમાં બે દિવસ પૂર્વે હવસખોર ઢગાએ માસુમ બાળકને કપડાં અને બુટ લઈ આપવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરીને બાવળની ઝાડીમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ ગંભીર બનાવ અંગે હળવદ પોલીસે પોક્સો અધિનયમ સહિતની ભારે ખમ્મ કલમો મુજબ હવસખોર ઢગા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.

આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના એક નવ વર્ષના માસુમ બાળકને નવા કપડાં અને બુટ લઈ આપવાની લાલચ આપી ભવાનીનગરમાં રહેતા આરોપી અક્ષય રમેશ કોળીએ કાયદેસરના વાલીપણામાંથી બાળકનું અપહરણ કરી બાઈક ઉપર બેસાડી પ્રથમ પોતાના ઘેર લઈ ગયો હતો અને બાદમાં બાળવણી ઝાડીમાં લઇ જઈ વિકૃત માણસ ધરાવતા ઢગા અક્ષય રમેશ કોળીએ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ બનાવથી માસુમ બાળક ડઘાઈ ગયો હતો.

- text

બીજી તરફ હવસખોર વિકૃત માનસિકતા ધરાવતા અક્ષય રમેશ કોળીના કૃત્યુનો ભોગ બન્યા બાદ બાળક ઘેર આવી ગુમસુમ બની દર્દથી પીડાવા લગતા અંતે પરિવારજનોએ તેને સારવાર માટે પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડતા સમગ્ર બનાવનો ભેદ ખુલ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે ભવાનીનગર વિસ્તારમાં રહેતા અક્ષય રમેશ કોળી વિરુદ્ધ આઇપીસી અને પોક્સો અધિનયમ સહિતની ભારે ખમ્મ કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે અને આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળે છે.

- text