નવી ગાડી લીધી છે તો સીનસપાટા શું નાખશ કહી યુવાનના પરિવાર ઉપર હુમલો 

- text


હળવદ તાલુકાના રણછોડગઢ ગામે બનેલા બનાવમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધતી પોલીસ 

હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે લેબર કોન્ટ્રાકટર યુવાનને ગામના જ એક શખ્સે તે નવી ગાડી લીધી છે તો શું સીનસપાટા કરે છે કહી ઝઘડો કરતા આ યુવાન ઘેર ચાલ્યો જતા બાદમાં એક મહિલા સહિતના ચાર શખ્સોએ યુવાનના ઘેર જઈ ધારિયું લઈ હુમલો કરી આખા પરિવાર ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા લેબર કોન્ટ્રાકટર સંજયભાઇ દેવશીભાઇ સુરેલા ગામમાં દુકાને બેઠા હતા ત્યારે આરોપી વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયા તે દુકાને આવ્યો હતો અને સંજયભાઈને કહ્યું હતું કે, તે નવી ગાડી લીધી છે એમાં ગામમાં સીનસપાટા શું મારીશ ? આમ કહી ઝઘડો કરવાનું શરૂ કરતા સંજયભાઈ પોતાના ઘેર ચાલ્યા ગયા હતા. જે બાદમાં આરોપી વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયા, ચંદ્રિકાબને વિક્રમભાઇ કોળી,વિરમભાઇ મુળજીભાઇ કોળી અને પફાભાઇ દિનેશભાઇ કોળી રહે. બધા રણછોડગઢ વાળા સંજયભાઈના ઘેર ઝઘડો કરવા ગયા હતા અને સંજયભાઈના ભાભી માનુબેન, ભત્રીજો જયદીપ, માતા પ્રેમિલાબેન સહિતનાઓ ઉપર હુમલો કર્યો હતો અને સંજયભાઈને ધારિયા વડે ઇજા પહોંચાડતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text