જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરીયાએ અઢી વર્ષમાં 290 કરોડના કામો મંજુર કરાવ્યા

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન પદે સત્તારૂઢ થયેલા ચેરમેન અજય લોરીયાએ અઢી વર્ષના તેમના શાસનકાળ દરમીયાન 290 કરોડના 62 અલગ અલગ કામોને મંજુર કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.

આજરોજ મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પૂર્વ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી જાહેર કરતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન કુલ 290 કરોડ 62 લાખ મંજૂર થયા હતા. જેમાં મોરબી માળિયા માટે 115 કરોડ મંજૂર કરાયા હતા.

- text

આ તકે મોરબી ના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ અને ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા,જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો અજય લોરીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરી મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના કુલ 171 કામો મંજૂર થયા હતા જે પૈકી 137 કામો પૂર્ણ કર્યા છે અને 32 કામો હાલ પણ કાર્યરત છે. જ્યારે અન્ય 12 કામો સંજોગો વસાત હાલ પેંડીગ હોવાનું અને ટૂંક સમયમાં હાથમાં લઇ લેવામાં આવશે તેમ જણાવી, જિલ્લા પંચાયત સદસ્ય દરમ્યાન બાંધકામ સમિતિના ચેરમેન પદે પ્રજાની સેવાનો મોકો આપ્યો એ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના તમામ આગેવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી ભાજપ સરકાર ભરોસાની સરકાર છે જે આગામી સમયમાં પણ અણનમ રહશે તેમ જણાવી પ્રજાનો સાથ પ્રજાનો વિકાસ સૂત્રને દોહરાવ્યું હતું.

- text