હળવદ પંથકમાં ટ્રકમાંથી બારોબાર લોખંડના સળિયા વેચી મારવાની વધુ એક ફરિયાદ 

- text


કચ્છમાંથી લોખંડ ભરીને નીકળતા ટ્રક ચાલકો સાથે મીલીભગત કરી લોખંડ ચોરવાનો ધીકતો ધંધો 

હળવદ : હળવદ અને માળીયા પંથકમાં કચ્છમાંથી લોખંડ ભરીને નીકળતા ટ્રક ચાલકો સાથે મીલીભગત કરી લોખંડ ચોરવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે ત્યારે આવા જ વધુ એક કિસ્સામાં ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રક ચાલક સહીત ચાર શખ્સો વિરુદ્ધ અમદાવાદ મોકલવામાં આવેલ લોખંડના જથ્થામાંથી 1040 કિલોગ્રામ લોખંડ કાઢી લઈ બારોબાર વેચી મારવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ સપનાનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હરેન્દ્રસીંહ બલવંતસીંહ ઝાલાએ આરોપી ટ્રક ચાલક સમુન્દ્રસીંગ ભાદુસીંગ રાવત, રહે. ગાફા થાના ટોડગઢ તા.ટોડગઢ જી. બ્યાવર રાજસ્થાન, લલીતભાઈ ધરમશીભાઈ પરમાર, રહે. માળીયા તેમજ ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ઉપરોક્ત આરોપીઓએ માળીયાથી હળવદ તરફ આવતા સુસવાવ ગામના પાટીયા પાસે ટ્રક ટ્રેઇલર નંબર GJ-12-AY-1074 વાળીમા હક સ્ટીલ્સ એન્ડ મેટાલીકસ લી. ફેકટરી સામખીયારીથી 32,430 કિલો વજન ભરેલ લોખંડના સળીયા લઈ હરગોવીંદદાસ બેચરદાસ પટેલ, સીલ્પ સેરેન, સીલ્પ ઓન પ્રોજેકટ, સીલજ ક્રોસરોડ, એસ.પી.રીંગરોડ, અમદાવાદ ખાતે ખાલી કરવા જતો હતો તે જથ્થામાથી ટ્રકમાથી 8 mm લોખંડની ભારીઓ નંગ-13 એક ભારીનુ વજન 80 કીલો એમ 13 ભારીનુ કુલ વજન 1040 કીલો જેટલુ એક કીલો લોખંડના એક કિલોના રૂપિયા 55 લેખે ગણી કુલ 57,200 રૂપિયાના લોખંડના સળીયા છળકપટથી ચોરી કરી કરવા અંગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text