માળિયાના રાયસંગપરમા ખેતશ્રમિક યુવતી ઉપર સગાભાઇએ કરેલો હુમલો 

- text


યુવતી રાત્રીના કોઈને કહ્યા વગર ચાલી ગયા બાદ પરત આવતા ભાઈએ માથામાં દાતરડું ઝીકી દીધું 

માળીયા : માળીયા તાલુકાના રાયસંગપર ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની પરિવારની યુવતીને તેણીના જ સગાભાઇએ માથામાં દાતરડું ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના રાયસંગપર ગામે ખેતમજૂરી કરતો મધ્યપ્રદેશનો વતની પરિવાર મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા પરેશભાઇ નારણભાઇ બાવરવાના વાડામાં રહી ખેતમજૂરી કરતો હોય તા.29ના રોજ આ પરિવારની યુવતી રવીતા વેચનભાઈ ભાણુ ઘરમાં કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા બાદ પરત આવતા આરોપી એવા સગાભાઇ લાલુભાઇ વેચનભાઇ ભાણુએ યુવતીને માથાના ભાગે દાતરડાનો ઘા ઝીકી ઈજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text