વાંકાનેરના કોઠારીયામાં વાડીના શેઢે માલઢોર ચરાવવાની ના પાડતા હુમલો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી તીથવાના મારગે આવેલ ખારા વિસ્તારમાં વાડી ધરાવતા યુવાનને વાડીના શેઢા નજીક ઢોર ચરાવી રહેલા શખ્સને માલઢોરને શેઢાથી દૂર ચરાવવાનું કહેતા પશુપાલકે વાડી માલિકને લાકડીના ઘા ઝીકી પગમાં ફ્રેક્ચર કરી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા અને કોઠારીયા ગામથી તીથવાના મારગે આવેલ ખારા વિસ્તારમાં વાડી ધરાવતા રૂકમુદીનભાઈ જીવાભાઈ શેરસીયા ઉ.38 પોતાની વાડીએ હતા ત્યારે તેમની વાડીના શેઢા પાસે માલઢોર ચરાવી રહેલા આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલા દરબાર રહે.કોઠારીયા વાળાને શેઢાથી દૂર માલઢોર ચરાવવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી લાકડી વડે રૂકમુદીનભાઈ જીવાભાઈ શેરસીયા પગના નળાના ભાગે લાકડીના ઘા ઝીકી દેતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

- text