મોરબીના પાનેલી રોડ ઉપર ટેમ્પો હડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત 

- text


મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર મચ્છોનગર ગામમાં જવાની ગોલાઇમાં પાટીદાર કટીંગના ડેલા પાસે બાઈક લઈને જઈ રહેલા પરસોતમભાઇ દેવજીભાઇ ત્રીકમભાઇ મકવાણા રહે.મચ્છોનગર વાળાને જી.જે. -36 -ટી -3668 નંબરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જતાં પરસોતમભાઇ ઈજાઓ પહોંચી હતી અને બાઇકમાં પણ નુકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે પરસોત્તમભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text