મોરબીમાં છેતરપીંડીના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો 

- text


સીમેન્ટના વેપારી સાથે સીમેન્ટની ૧૨૬૦ થેલીની છેતરપીંડીના કેસમાં આરોપી પાસેથી કબજે કરેલ રોકડ રકમ પણ પરત સોંપવાનો કોર્ટનો આદેશ 

મોરબી : મોરબીમાં પોલીસ પુત્રને છેતરપીંડીના ગુન્હામાં નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં સીમેન્ટના વેપારી સાથે સીમેન્ટની ૧૨૬૦ થેલીની છેતરપીંડીના કેસમાં આરોપી પાસેથી કબજે કરેલ રોકડ રકમ પણ પરત સોંપવાનો કોર્ટનો આદેશ કરવામાં આવ્યો છે.

મોરબીનાં જાણીતા સીમેન્ટના વેપારી પાસેથી સીમેન્ટની ૧૨૬૦ થેલીની મંગાવી પૈસા ન આપતા આ વેપારીએ પોતાની સાથે ખોટી ઓળખ આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાનું માલુમ પડતા મોરબી બી. ડીવી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મોરબીના ગૌરવ હીરાભાઈ કાનગડની ધડપકડ કરી સીમેન્ટ અને રોકડ રકમ રૂા.૧,૦૦,૦૦૦ કબજે કરી આ કેસનું ચાર્જશીટ થતા આ કેસ મોરબી કોર્ટનાં એડી.ચીફ જયુડી.મેજી. જે.વી.બુધ્ધની કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ રાજેશ બી.ચાવડાની દલીલોને ધ્યાને લઇ આરોપી ગૌરવ હીરાભાઈ કાનગડને નીર્દોષ છોડવાનો તેમજ આરોપી પાસેથી પોલીસે તપાસમાં કબજે કરેલ રોકડ મુદામાલના રૂા.૧ લાખ આરોપીને પરત કરવાનો પણ કોર્ટ હકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી ગૌરવ હીરાભાઈ કાનગડ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી. ચાવડા તથા મોરબીના યુવા ધારાશાસ્ત્રી વિવેક કે. વરસડા રોકાયેલ હતા.

- text

- text