મોરબી જલારામ મંદિર દ્વારા રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનો રવિવારથી પ્રારંભ 

- text


મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષે સમાજનો દરેક વર્ગ તહેવારની મજા માણી શકે તે હેતુસર સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણના વિતરણનું આયોજન કરે છે

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે તા. 3 સપ્ટેમ્બરને રવિવારથી રાહતદરે મીઠાઈ અને ફરસાણના વિતરણનો પ્રારંભ થવાનો છે. જે અંતર્ગત શુધ્ધ અમુલ ઘી માંથી બનેલા મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી મો. 9825082468, હરીશભાઈ રાજા મો.9879218415 પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડેે જણાવ્યું છે.

- text

- text