મોરબીમાં ભૂગર્ભની કુંડીમાં પડેલી વાછરડીને બહાર કઢાઈ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભુગર્ભ ગટરની ખુલ્લી રહી ગયેલી કુંડીમાં એક વાછરડી પડી જતાં પાલિકાની ટીમ દ્વારા આ વાછરડીને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા મોરબીમાં ભારે વરસાદ પડતાં વરસાદનું પાણી ગટરમાં ન જઈ રહ્યું હોય પાણીના નિકાલ માટે પોસ્ટ ઓફિસ પાસે આવેલી શારદા સોસાયટીના નાકે ગટરનું ઢાંકણ ખોલી નાખવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાની ટીમ દ્વારા આ ઢાંકણ બાદમાં બંધ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે બે દિવસ પહેલા એક વાછરડી આ ખુલ્લી કુંડીમાં ખાબકી હતી. જો કે આ વાતની જાણ પાલિકાની ભુગર્ભ વિભાગની ટીમને થતાં તેઓએ તાત્કાલિક આવીને વાછરડીને હેમખેમ બહાર કાઢી હતી. જો કે પાલિકાની આ બેદરકારીના કારણે કોઈ મોટી જાનહાનિ પણ સર્જાઈ શકી હોત.

- text

- text