મોરબીની વિવિધ હોસ્પિટલમાં ફાયર ટ્રેનિંગ અને ડેમોસ્ટ્રેશન અપાયું

- text


મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિવિધ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફને ફાયર ટ્રેનિંગ અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

જેમાં મોરબીની આર્ય હોસ્પિટલ, સમર્પણ ઈમેજિંગ સેન્ટર,નહેરુ ડાયગ્રોસ્ટીક લેબોરેટરી, શ્રીજી હોસ્પિટલ,એક્યુરા ડાયગ્રોસ્ટીક સેન્ટર, મન હોસ્પિટલ, અમીધારા બાળકોની હોસ્પિટલ અને વિઝન આંખની હોસ્પિટલ, ડો અનિલ એન.પટેલ હોસ્પિટલ, જનની હોસ્પિટલ, શુભમ હોસ્પિટલ ,શુભ હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલ,હેમલ પટેલ હોસ્પિટલ, પ્લેક્ષસ ઈમેજિંગ સેન્ટર ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી.જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર ઓફિસર અને જયેશ ડાકી લીડિંગ ફાયરમેનનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ 101 નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (99790 27520) અને લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (97374 03514) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

- text

- text