મોરબીને ઉકરડો બનાવી દેવા પાલિકા સજ્જ, મનપડે ત્યાં ઠાલવી દેવાતો કચરો

- text


ડંપિંગ સાઇટને બદલે પાલિકાના સ્ટાફે સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ખડકી દીધા

મોરબી : મોરબી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા સ્ટાફની આળસવૃત્તિને સામે ફરી એકવાર ગંદકી ફેલાવવાની ગંભીર બેદરકારી સામે આવી છે અને મોરબી પાલિકાની મન ફાવે ત્યાં કચરો ઠાલવી દેવાની મનમાની યથાવત રહી હતી. જેમાં ડંપિંગ સાઇટને બદલે પાલિકાના સ્ટાફે સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ખડકી દેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા સ્ટાફને શહેરભરમાંથી કચરો વાહનોમાં ભરીને આ કચરાનો યોગ્ય જગ્યાએ એટલે રફાળેશ્વર પાસે આવેલ ડંપિંગ સાઇટ ઉપર નિકાલ કરવાનો હોય છે. પણ શહેર આખામાંથી કચરો એકઠો કરી ગંદકી દૂર કરવાની જેના શિરે જવાબદારી છે એ નગરપાલિકાના કચરા કલેક્શન સ્ટાફ ખુદ જ ગંદકી ફેલાવતું હોય, વાડ જ ચિભડા ગળે તેવી વરવી હકીકત સામે આવી છે. આ આળસુ મોરબી પાલિકાના કચરા કલેક્શન સ્ટાફ જ્યાં ત્યાં કચરો નાખીને ગંદકી ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.ત્યારે થોડા દિવસો પહેલા જ જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં પાલિકાએ આવી રીતે કચરાના ઢગલા ખડકી દીધા હતા. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા પાલિકાના કચરા કલેક્શન સ્ટાફે પોતાની આળસવૃત્તિનો ફરી નાદાર નમૂનો આપ્યો છે. જેમાં આ સ્ટાફે ગતરાત્રે ડંપિંગ સાઇટને બદલે સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ખડકી દીધા હતા. આથી આવા આળસુ સ્ટાફને કોઈ ઉચ્ચ અધિકારી ફરજનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text